લેખક વિશે

ડો. સંજય પંડયા એમડી DNB (નેફ્રોલોજી) ગુરદાના રોગના નિષ્ણાત

ડો. સંજય પંડયા એ તેમની એમ. ડી. મેડીસીનની ડિગ્રી ૧૯૮૬ માં શ્રી એમ. પી.શાહ મેડીકલ કોલેજ, જામનગર થી મેળવી.

ત્યારબાદ ડો. પંડયા એ તેમની કિડની વિષયની સુપરસ્પેશ્યાલીટી ડિગ્રી ૧૯૮૯ માં ડો. એચ. એલ. ત્રિવેદી સાહેબના માર્ગદર્શન નીચે મેળવી ડો. પંડયા આ ડિગ્રી મેળવનાર ગુજરાત ના બીજા તબીબ છે.

ડો. પંડયા છેલ્લા ૨૦ વર્ષથી રાજકોટમાં કિડની નિષ્ણાત નેફ્રોલોજીસ્ટ તરીકે તેમની સેવા આપે છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં કિડનીના દર્દીઓની સારવાર અને ડાયાલિસિસની સુવિધા શરૂ કરવાનો શ્રેય તેમને ફાળે જાય છે. આ ઉપરાંત કિડનીના રોગોને અટકાવવાના ઉપાયો અને સારવાર વિશે મેડીકલ કોલેજ, જુદા જુદા શહેરોના ડોકટરો, કોલેજના વિદ્યાર્થિઓ અને સામાજિક સંસ્થાઓમાં ઘણાં પ્રવચનો આપી આ વિષયની જાગૃતિ માટે પ્રયત્ન કરેલ છે.

ડો. પંડયાએ "પ્રેક્ટીકલ ગાઈડ લાઇન્સ ઓન ફલ્યુડ થેરેપી" નામનું પુસ્તક ડોકટરો માટે લખેલ છે. આ વિષય પરનું ભારતનું આ સૌ પ્રથમ હોવાથી, તે દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે. પહેલા ૭ વર્ષ માં ૩૦.૦૦૦ જેટલી પૂર્તિ ના વેચાણ દ્વારા આ પુસ્તક દેશના વિવિધ ભાગના ડોકટરોને ઉપયોગી બનેલ છે.

આ વિષય પર ડો. પંડયા એ ભારતની ઘણી જુદી જુદી પ્રતિષ્ઠિત મેડીકલ કોલેજમાં પ્રવચનો આપેલ છે અને તે માટે ખૂબ જ પ્રશંસા મેળવેલ છે.

"તમારી કિડની બચાવો" અને "સુરક્ષા કિડની કી" તે ગુજરાતી અને હિન્દી ભાષાના કિડની પરના સૌ પ્રથમ પુસ્તકો છે.