Read Online in Gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

લેખક વિશે

ડો. સંજય પંડયા (એમ.ડી. ડી.એન.બી. - નેફ્રોલોજી) કિડની રોગના નિષ્ણાત

  • ડો. સંજય પંડ્યાએ એમ.ડી. મેડિસિનની ડિગ્રી ૧૯૮૬માં શ્રી એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જામનગરથી મેળવી.
  • ત્યારબાદ ડો. પંડ્યાએ કિડની વિષયક નિષ્ણાતની ડિગ્રી ૧૯૮૮માં ડો. એચ.એલ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન નીચે મેળવી. ડો. પંડ્યા આ ડિગ્રી મેળવનાર દ્વિતીય તબીબ હતા.
  • ડો. પંડ્યા છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતના રાજકોટ શહેરમાં કિડની નિષ્ણાત- નેફ્રોલોજીસ્ટ તરીકે વિશેષ સેવા આપે છે. ડો. પંડ્યા નામાંકિત નેફ્રોલોજીસ્ટ તો છે જ સાથે સમર્પિત શિક્ષક અને કુશળ લેખક પણ છે.
  • ડો. પંડ્યાએ “પ્રેક્ટીકલ ગાઈડ લાઇન્સ ઓન ફ્લ્યુડ થેરાપી” નામનું પુસ્તક ડોક્ટરો માટે લખેલ છે. આ વિષય પર ભારતનું આપ સૌપ્રથમ પુસ્તક હોવાથી, તે દેશભરમાં ખૂબ જ લોકપ્રિય થયું અને ૨૦૦૨માં પ્રકાશિત આ પુસ્તકની ૯૦,૦૦૦થી વધુ નકલોનું વેચાણ થયું. આ વિષય પર ડો. પંડ્યાએ ભારતની ઘણી જુદી જુદી કોન્ફરન્સો અને પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજોમાં પ્રવચનો આપેલ છે અને તે માટે ખૂબ જ પ્રશંસા મેળવેલ છે.
  • ડો. પંડ્યાએ કિડનીના રોગો અટકાવવા અને તેની સારવાર અંગે વિશ્વસ્તરે અદ્વિતીય કામ કરેલ છે. ૨૦૦૬માં ગુજરાતી ભાષામાં પ્રકાશિત કિડની પુસ્તક “તમારી કિડની બચાવો” તે આ જનજાગૃતિ ઝુંબેશનું પ્રથમ પગલું હતું. કિડની વિશે સંપૂર્ણ માહિતી આપતા આ પુસ્તકની ઉપયોગીતા અને લોકપ્રિયતાએ ડો. પંડ્યાને આ પુસ્તક હિન્દી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરવા પ્રેરણા આપી. દેશ અને વિશ્વના અનેક પ્રતિષ્ઠિત નેફ્રોલોજિસ્ટ કિડની અંગે જનજાગૃતિના અભિયાનથી પ્રભાવિત થયા અને વિશ્વનાં ૧૦૦થી વધુ નેફ્રોલોજિસ્ટનાં સહકારથી ૨૦ વર્ષના સમયગાળામાં આ પુસ્તક ૧૪ ભારતીય અને ૨૬ આંતરરાષ્ટ્રીય ભાષા મળી કુલ ૪૦ ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું.
  • ૪૦ ભાષાનું ૨૦૦ પાનાનું કિડની પુસ્તક www.KidneyEducation.com વેબસાઈટમાં ઉપલબ્ધિ તે કિડની અંગે જાણકારીમાં વિશ્વસ્તરે ક્રાંતિકારી પગલું અને ગુજરાત દ્વારા વિશ્વને અદ્ભુત ભેટ છે.
  • www.KidneyEducation.com વેબસાઈટને મળેલ ૫ કરોડથી વધુ હિટ્સ આ વેબસાઈટની લોકપ્રિયતા સૂચવે છે. વિશ્વમાં સૌથી વધુ ભાષામાં એક જ વેબસાઈટમાં પુસ્તકો હોવા માટે વર્લ્ડ રેકોર્ડ્ એવોર્ડ આ વેબસાઈટને ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકોર્ડ્સ દ્વારા મળેલ છે.
  • ડો. સંજય પંડ્યા દ્વારા લિખિત, ડોક્ટરો માટે ઉપયોગી પુસ્તક “પ્રેક્ટીકલ ગાઈડલાઈન્સ ઓન ફ્લુઈડ થેરાપી” ની નવી આંતરરાષ્ટ્રીય આવૃત્તિનું ૨૦૨૪ માં વિમોચન થયું. આ પુસ્તકમાં દાખલ થયેલા દર્દીઓને તેમની તબિયત અને રોગોને ધ્યાનમાં રાખીને કઈ રીતે આઈ.વી બોટલ્સ ચડાવવામાં આવે તે વિશેની તલસ્પર્શી માહિતી આપવામાં આવી છે.
  • આ પુસ્તકનું જ્ઞાન વિશ્વભરના ડોકટરોને નિઃશુલ્ક મળે તે હેતુથી નવેમ્બર ૨૦૨૪માં, સાન ડિએગો - USA ખાતે અમેરિકન સોસાયટી ઑફ નેફ્રોલોજી (ASN) કોન્ફરન્સ દરમિયાન, ડો. સંજય પંડ્યાની ફ્લુઈડ થેરાપી વેબસાઈટ - www.fluidtherapy.org નું લોકાર્પણ થયું. આ વેબસાઈટનો હેતુ વિશ્વભરના તબીબો માટે ફ્લુઈડ મેનેજમેન્ટ વિશે નવીનતમ માહિતી, સરળ ભાષામાં, એક જ જગ્યાએ અને વિનામૂલ્યે મળી રહે તે છે.