Prevention and Care of Common Kidney Diseases at Single Clickકિડની ફેલ્યરનુ પ્રમાણ ખુબ ઝડપ થી વધી રહ્યું છે, ચાલો આપણે સાથે મળી કિડની ના રોગો અટકાવીએ...

« Table of Contents

ક્રોનિક કિડની ફેલ્યરના ચિહનો તથા નિદાન

Topics
 • ક્રોનિક કિડની ફેલ્યર: ચિહનો તથા નિદાન
 • ચિહનો
 • નિદાન

ક્રોનિક કિડની ફેલ્યરમાં બંને કિડનીને ધીમે-ધીમે બગડતા લાંબો સમય-મહિનાઓથી વર્ષો લાગે છે. પરંતુ કિડની જેટલી પણ કામ કરતી હોય તેની કાર્યક્ષમતા પુરતી હોવાને કારણે શરીરના જરૂરી કાર્યના બોજાને તે પહોચી વડે છે. આ કારણસર કિડનીની કાર્યક્ષમતામા અત્યંત ઘટાડો ન થાય ત્યાં સુધી મોટા ભાગના દર્દીઓમાં કિડની ફેલ્યરના નોંધપાત્ર ચિહ્નો જોવા મળતા નથી. કિડની શરીરમા જુદા જુદા કાર્યો કરે છે (બિન જરૂરી પદાર્થો અને વધુ પ્રવાહી નો નિકાલ, લોહીના દબાણ નું નિયંત્રણ, ક્ષારનું નિયમન, રક્તકણના ઉત્પાદનમાં મદદ વગેરે). સી.કે.ડી.મા કિડનીના ક્યાં કાર્યમા કેટલો ઘટાડો થયો છે તે મુજબ અલગ અલગ વ્યક્તિઓમાં વિભિન્ન ચિહ્નો જોવા મળે છે.

ક્રોનિક કિડની ફેલ્યરના શરૂઆતના તબક્કામાં બંને કિડનીની કાર્યક્ષમતામાં નોધપાત્ર ઘટાડો થયો ન હોવાથી ખાસ કોઈ ચિહ્નો હોતા નથી. જેમ કિડની વધુ ને વધુ બગડતી જાય તેમ દર્દીની તકલીફ વધતી જાય છે.

ક્રોનિક કિડની ફેલ્યરના ચિહ્નો ક્યા છે?

ક્રોનિક કિડની ડિસીઝના ચિહ્નો કિડની કેટલી બગડી છે તેના પર આધાર રાખે છે. સી.કે.ડી.ને યોગ્ય રીતે સમજવા અને તેની યોગ્ય સારવારના આયોજન માટે eGFR ના આધારે સી.કે.ડી.ને પાંચ સ્ટેજના વહેચવામાં આવે છે.

eGFR કિડની કેટલું કાર્ય કરે છે તે સૂચવે છે અને લોહીમાં ક્રિએટીનીન ના રિપોર્ટની મદદથી eGFR ને ગણવામાં આવે છે.

કિડનીની બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો દુર કરવાની કાર્યક્ષમતા કેટલી છે તે eGFR દ્વારા જાણી શકાય છે. લોહી માં ક્રિએટીનીન ની માત્રા દ્વારા eGFR કિડનીની કાર્યક્ષમતા સચોટ રીતે જણાવે અને તેનું સામાન્ય પ્રમાણ ૯૦ ml/min કરતા વધુ હોય છે.

બંને કિડની બગડવાને કારણે લોહીનું દબાણ વધી શકે છે.

સી.કે.ડી. સ્ટેજ - ૧ (૯૦ - ૧૦૦% કાર્યરત કિડની) :

સી.કે.ડી નો પ્રાથમિક તબક્કો જેમાં કિડનીને કોઈ નુકસાન નથી થયું હોતું અને જેમાં કોઈ ચિન્હો પણ જોવા મળતા નથી. મોટા ભાગે અન્ય બીમારી માટેની તપાસ દરમ્યાન અથવા તો મેડીકલ ચેક-અપ દરમ્યાન આકસ્મિક રીતે આ રોગનું નિદાન થાય છે. સી.કે.ડી. સ્ટેજ - ૧ માં પેશાબ માં પ્રોટીન જવું, કિડની ને થયેલું નુકસાન X-ray, સોનોગ્રાફી, એમ.આર.આઈ. કે સી.ટી. સ્કેન માં જોવા મળવું અથવા કુટુંબ કોઈ ને પોલીસિસ્ટિક કિડની ડીસીઝ (પો.કે.ડી) હોવું. આ તબક્કે લોહીમાં ક્રિએટીનીનનું પ્રમાણ સામાન્ય હોય છે.

સી.કે.ડી. સ્ટેજ - ૨ (૬૦ - ૮૯% કાર્યરત કિડની) :

સી.કે.ડી. ના આ શરૂઆતના તબક્કે મોટા ભાગ ના દર્દીઓમાં કોઈ ચિન્હો જોવા મળતા નથી. જયારે કેટલાક દર્દીઓમાં થોડી અશક્તિ, સોજા લોહીનું ઊંચુ દબાણ, લોહીમાં ફિક્કાશ, રાત્રિના પેશાબના પ્રમાણમાં વધારો વગેરે જોવા મળે છે. આ તબક્કે ક્રિએટીનીનમાં થોડો વધારો જોવા મળે છે.

સી.કે.ડી. સ્ટેજ - 3 (૧૬ - ૫૯% કાર્યરત કિડની) :

સી.કે.ડી. ના આ મધ્યમ તબક્કે પણ ઘણા દર્દીઓમાં કોઈ ચિન્હો જોવા મળતા નથી અથવા તો હળવા ચિન્હો જેમ કે ક્રિએટીનીન ની માત્રામાં થોડો વધારો જોવા મળે છે.

સી.કે.ડી. સ્ટેજ - ૪ : (૧૫ - ૨૯% કાર્યરત કિડની) :

ગંભીર સી.કે.ડી. :- આ તબક્કા માં જોવા મળતા ચિન્હો ની માત્રા રોગ ના પ્રમાણ અને તેના કારણો મુજબ ઓછી થી માંડી ને ગંભીર હોય શકે છે.

સી.કે.ડી. સ્ટેજ - ૫ (૧૫% થી ઓછી કાર્યરત કિડની) :

આ સી.કે.ડી. ના અંતિમ તબક્કામાં જોવા મળતા ચિન્હોની માત્ર રોગની પ્રમાણ અને કારણો મુજબ ગંભીરથી માંડીને જીવલેણ હોય શકે છે. શ્રેષ્ઠ અને ધનિષ્ઠ સારવાર આપવા છતાં આ તબક્કે રોગ ના ચિન્હો વધી શકે છે અને દર્દીને આ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ની જરૂર પડી શકે છે. આ તબક્કા ને એન્ડ સ્ટેજ કિડની ડીસીઝ પણ કહેવાય છે. જેમાં કિડનીની કાર્યક્ષમતા નહીવત કે અતિ ઓછી હોય છે.

અરુચિ, નબળાઈ અને ઉલટી-ઉબકા તે ક્રોનિક કિડની ફેલ્યરના મોટાભાગના દર્દીઓની સૌ પ્રથમ ફરીયાદ હોય છે.

સામાન્ય ચિહ્નો: દરેક દર્દીમાં જોવા મળતા કિડની બગડવાના મુખ્ય ચિહ્નો અને તેની માત્રા અલગ અલગ હોય છે. આ તબક્કે રોગના મુખ્ય ચિહ્નો નીચે મુજબ છે.

 • ખોરાકમાં અરુચિ, ઉલટી-ઉબકા થાય.
 • નબળાઈ લાગવી,વજન ઘટી જાય.
 • પગ માં, હાથ માં, ચહેરા પર, આખો પર સોજા ચડવા
 • લોહીનું દબાણ અત્યંત વધારે હોવું - નાની ઉંમર માં લોહીનું દબાણ વધવું અથવા દવા લેવા છતાં કાબુ માં ન આવવું.
 • થોડું કામ કરતા થાકી જવાય, શ્વાસ ચડે.
 • લોહીમાં ફિકાશ (એનીમિયા) : કિડનીમાં બનતા એરિથ્રોપોએટીન નામના હોર્મોનમાં ઘટાડો થાય છે. તેથી લોહી ઓછું બને છે.
 • વારંવાર પેશાબ કરવા જવું પડવું (ખાસ કરીને રાત્રી દરમ્યાન)
 • કિડની રોગ ના કારણે હદય પર ગંભીર અસર થતા મૃત્યુ થવાની સંભાવના વધારે રહે છે.
 • ખંજવાળ આવે.
 • યાદશક્તિમાં ઘટાડો થાય. ઊંઘમાં નિયમિત ક્રમમાં ફેરફાર થાય.
 • દવા છતાં લોહીનું દબાણ નીચું ન આવે.
 • સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતા અને પુરુષોમાં નપુંસકતા આવે.
 • કિડનીમાં બનતું સક્રિય વિટામીન-ડી ઓછું બનતા બાળકોમાં ઉંચાઈ ઓછી વધે છે. જયારે પુખ્તવયમાં હાડકા માં દુખાવો કે ફેરફાર થઇ શકે છે.
લોહીનું દબાણ વધવું અને પેશાબમાં પ્રોટીન જવું તે આ રોગની પ્રથમ નિશાની હોઈ શકે છે.

લોહીનું દબાણ વધારે હોય તેવાં દર્દીઓમાં સી.કે.ડી.ની શક્યતા ક્યારે હોય છે?

નીચે દર્શાવેલ તકલીફ હોય ત્યારે લોહીના ઊંચા દબાણ ધરાવતા દર્દીઓમાં કિડનીની તકલીફ હોવાની શક્યતા વધારે રહે છે.

 • લોહીના ઊંચા દબાણના નિદાન વખતે દર્દી ની ઉંમર ૩૦ વર્ષ થી ઓછી અથવા ૫૦ વર્ષ થી વધારે હોય.
 • જ્યારે નિદાન થાય ત્યારે લોહી નું દબાણ ખુબજ ઊંચુ હોય (જેમ કે ૨૦૦/૧૨૦ મી.મી.).
 • દવા લેવા છતાં લોહીનું દબાણ કાબુ માં ન આવે.
 • પેશાબ માં પ્રોટીન જોવા મળે.
 • લોહી ના ઊંચા દબાણ સાથે સી.કે.ડી. ના ચિન્હો હોય જેમ કે સોજા, ભૂખ ઓછી લાગવી, નબળાઈ વગેરે.

સી.કે.ડી. ના અંતિમ તબક્કામાં ક્યાં પ્રકાર ની તકલીફો જોવા મળે છે ?

કિડની ફેલ્યરના અંતિમ તબક્કા નીચે મુજબ ની તકલીફો જોવા મળે છે. જેની સમયસર યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ થઇ શકે છે.

 • ખુબ જ શ્વાસ ચડે.
 • લોહીની ઉલટી થાય.
 • દર્દી ઘેન માં રહે, આંચકી આવે અને દર્દી બેભાન થઇ જાય.
 • લોહીમાં પોટેશિયમનું પ્રમાણ વધવાથી હ્રદય પર ગંભીર અસર થઇ હ્રદય એકાએક બંધ થઇ જાય.
 • હદય ની ચારે તરફ આવેલ સુરક્ષા કવચ પેરીકાર્ડિયમ માં સોજો આવવો

નિદાન :

સામાન્ય રીતે સી.કે.ડી. ના શરૂઆતના તબક્કામાં કોઈ પણ ચિન્હો જોવા મળતા નથી તેથી લેબોરેટરી માં તપાસ દ્વારા જ રોગ નું નિદાન પ્રારંભિક તબક્કા માં થઇ શકે છે. કોઈ પણ દર્દીની ફરિયાદ જોઈ તેને તપાસતા કિડની ફેલ્યરની શંકા જણાય ત્યારે તરત જ નીચે મુજબ ની તપાસ દ્વારા રોગ નું નિદાન થઇ શકે છે. કિડની ફેલ્યર ના અંતિમ તબક્કામાં નીચે મુજબ ની તકલીફો જોવા મળે છે. જેની સમયસર યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ થઇ શકે છે.

દવા છતાં લોહીમાં ફિક્કાશ ન સુધરે તેનું કારણ ક્રોનિક કિડની ફેલ્યર પણ હોઈ શકે છે.

સી.કે.ડી. ના નિદાન માટે ની ત્રણ સરળ તપાસ લોહીનું દબાણ માપવું, પેશાબ માં પ્રોટીન માટે તપાસ કરવી અને લોહીમાં ક્રિએટીનીનની તપાસ કરવી તે છે.

 1. લોહીમાં હિમોગ્લોબીન નું પ્રમાણ :

  આ પ્રમાણે ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં ઓછું હોય છે. લોહીમાં ફિક્કાશ થવાનું કારણ કિડનીમાં બનતા અરિથ્રોપોઍટીન ના પ્રમાણમાં થતો ઘટાડો છે.

 2. પેશાબની તપાસ: પેશાબમાં પ્રોટીન જતું હોય તે ક્રોનિક કિડની ફેલ્યરની સૌ પ્રથમ ભયસુચક નિશાની હોય શકે છે. જોકે પેશાબ માં પ્રોટીન જવાના કિડની ફેલ્યર સિવાયના અન્ય ઘણા કારણો હોય છે. તેથી પેશાબમાં પ્રોટીન જતું હોય એટલે કિડની ફેલ્યર છે એમ ના માંની શકાય. આ તપાસ દ્વારા પેશાબના ચેપનું નિદાન પણ થઇ શકે છે.
 3. લોહીમાં ક્રિએટીનીન અને યુરિયાનું પ્રમાણ જાણવા માટેની તપાસ : કિડની ફેલ્યરના નિદાન અને નિયમન માટે આ સૌથી અગત્યની તપાસ છે. કિડની વધુ બગાડવા સાથે લોહીમાં ક્રિએટીનીન અને યુરિયાનું પ્રમાણ પણ વધતું જાય છે. કિડની ફેલ્યરના દર્દીઓમાં થોડા-થોડા સમયે આ તપાસ કરતા રહેવાથી કિડની કેટલી બગડી છે અને સારવાર થી તેમાં કેટલો ફેરફાર થયો છે તેની માહિતી મળી શકે છે.
  કિડનીની કાર્યક્ષમતા જાણવા માટે લોહીમાં ક્રિએટીનીનના પ્રમાણ કરતા વધુ સચોટ તપાસ eGFR છે. eGFR ની ગણતરી લોહીમાં ક્રિએટીનીન, ઉંમર, અને જાતી ના આધારે કરવામાં આવે છે.
 4. કિડનીની સોનોગ્રાફી : કિડનીના ડોક્ટરોની ત્રીજી આંખ સમાન આ તપાસ કિડની ક્યાં કારણસર બગડી છે તેના નિદાન માટે અત્યંત મહત્વની છે.
  મોટાભાગના ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં બંને કિડની કદમાં નાની અને સંકોચાયેલી જોવા મળે છે.
  એક્યુટ કિડની ફેલ્યર, ડાયાબિટીસ, એમાઈલોડોસીસ જેવી તકલીફોને કારણે જયારે કિડની બગડી હોય ત્યારે કિડનીના કદમાં વધારો થયેલો જોવા મળે છે.
  પથરી, મુત્રમાર્ગનો અવરોધ અને પોલિસિસ્ટીક કિડની ડીસિઝ જેવા કિડની ફેલ્યરના કારણોનું સચોટ નિદાન સોનોગ્રાફી દ્વારા થઇ શકે છે.
સોનોગ્રાફીમાં બને કિડની સંકોચાયેલી જણાય તે ક્રોનિક કિડની ફેલ્યર સૂચવે છે.
૫. લોહીની અન્ય તપાસ :

સિ.કે.ડી. કિડનીના અન્ય કાર્યો પર પણ અસર કરે છે. જે જાણવા માટે અલગ અલગ તપાસો કરવામાં આવે છે જેમ કે,

 • સીરમ ઇલેક્ટ્રોલાઈટસ અને ઍસિડનુ સમતુલન જાણવા માટે(સોડિયમ, પોટેસિયમ, મેગ્નેશિયમ, બાયકાર્બોનેટ વગેરે તપાસ).
 • લોહીમા ફીક્કાસ (અનેમીયા) માટે હેમેટોક્રિટ ટ્રાન્સ્ફેરીન સૅચ્યુરેશન પેરિફેરલ સ્મિયર વગેરે તપાસ.
 • હાડકા પર થયેલ આડઅસર માટે કેલ્શિયમ, ફોસ્ફરસ, આલ્કલાઇન ફૉસ્ફેટ પેરાથાઈરોઇડ હૉર્મોન વગેરે તપાસ.
 • અન્ય ઉપયોગી તપાસ જેમ કે પ્રોટીન, સિરમ અલ્બ્યુમિન, કોલેસ્ટેરોલ, ટ્રાઇગ્લિસરાઇડ, બ્લડ ગ્લૂકોઝ, હિમોગલૉબીનA1C, ઈ.સી.જી અને ઈકો કાર્ડીયોગ્રાફી વગેરેની તપાસનો સમાવેશ થાય છે.
સી.કે.ડી. ના દર્દીઓએ ડોક્ટરનો સંપર્ક ક્યારે કરવો ?

નીચે મુજબની તકલીફો થાય તો સી.કે.ડી. ના દર્દીઓએ ડોક્ટરનો સંપર્ક તાત્કાલિક કરવો.

 • વજન માં ખુબજ વધારો થાય, પેશાબ ઓછો આવે, ખુબ સોજા ચડી જાય, શ્વાસ ચડે કે પથારી પર સીધુ સુવાથી શ્વાસ ચડે.
 • છાતીમાં દુઃખાવો થાય, ધબકારા વધી કે ઘટી જાય.
 • તાવ આવે, ઉલ્ટી થાય, ભૂખ ન લાગે કે ઉલ્ટી માં લોહી આવે.
 • અત્યંત વધારે નબળાઈ લાગે.
 • દર્દી ઘેનમાં રહે, આંચકી આવે અને દર્દી બે ભાન થઇ જાય.
 • લોહીના દબાણમાં નોંધપાત્ર ઘટાડો કે વધારો થાય.
 • પેશાબમાં લોહી જાય.
Free Download
Read Online
Kidney book in Gujarati
Kidney Guide in Gujarati Kidney Website Received
48
Million
Hits
wikipedia
Indian Society of Nephrology
nkf
Kidney India
http://nefros.net
magyar nephrological tarsasag