Read Online
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી

કિડની ફેલ્યર એટલે શું?

શરીર માં કિડની નું મુખ્ય કાર્ય લોહીનું શુધ્ધીકરણ કરવાનું છે તથા પ્રવાહી અને ક્ષાર નું નિયમન કરવાનું છે. જયારે નુકસાન થવાને કારણે બંને કિડની તેનું સામાન્ય કાર્ય ન કરી શકે ત્યારે કિડનીની કાર્યક્ષમતા ઘટી ગઈ છે અથવા તો કિડની ફેલ્યર છે તેમ કહીં શકાય.

કિડની ફેલ્યરનું નિદાન કઈ રીતે થઇ શકે?

લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાના પ્રમાણ ની તપાસ દ્વારા કિડનીની કાર્યક્ષમતા વિશે માહિતી મેળવવામાં આવે છે કિડનીની કાર્યક્ષમતા આપના શરીરની જરૂરિયાત કરતા વધુ હોવાને કારણે બને કિડનીને જો થોડું નુકશાન થયુ હોય તો લોહીના રીપોર્ટ માં કોઈ બગાડો જોવા મળતો નથી. પરંતુ રોગ ને કારણે જયારે બને કિડની ૫૦ ટકા કરતા વધુ બગડે ત્યારે જ લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ સામાન્ય કરતા વધે છે.

એક કિડની બગડવાથી કિડની ફેલ્યર થઇ શકે ?

ના. જો કોઈ વ્યક્તિ ની બેમાંથી એક કિડની નુકશાન પામે કે કાઢી નાખવા માં આવે તોપણ બીજી કિડની પોતાની કાર્યક્ષમતામાં વધારો કરી શરીર નું કાર્ય સંપૂર્ણ રીતે રાબેતા મુજબ ચલાવી શકે છે.

કિડની ફેલ્યરના મુખ્યત્વે બે પ્રકાર છે.

એક્યુટ કિડની ફેલ્યર અને ક્રોનિક કિડની ફેલ્યર

બને કિડની બગડે ત્યારે જ કિડની ફેલ્યર થઇ શકે છે.

૧. એક્યુટ કિડની ફેલ્યર

એક્યુટ કિડની ફેલ્યરમાં બંને કિડનીઓ કેટલાક રોગ ને કારણે નુકશાન પામી ટૂંકા સમય માટે કામ કરવાનું બંધ કરી દે છે. વહેલાસરની યોગ્ય સારવાર વડે થોડા સમયમાં આ કિડની ફરીથી સંપૂર્ણપણે કામ કરતી થઇ શકે છે.

૨. ક્રોનિક કિડની ફેલ્યર

ક્રોનિક કિડની ફેલ્યરમા કેટલાક રોગો ને કારણે ધીરે-ધીરે મહિના કે વર્ષોમાં બંને કિડનીની કાર્યક્ષમતામાં પ્રગતિશીલ ઘટાડો થઇ બંને કિડની કાર્ય કરવાનું બંધ કરી દે છે. હાલ આ પ્રકાર નો રોગ મટી શકે તેવી કોઈ દવા ઉપલબ્ધ નથી. સી.કે.ડી. ના અંતિમ અને જીવલેણ તબક્કાને એન્ડ સ્ટેજ કિડની (રીનલ ) ડિસીઝ કહેવાય છે.

બને કિડની ૫૦% કરતા વધુ બગડે ત્યારે જ કિડની ફેલ્યર નું નિદાન થઇ શકે છે.