Read Online in Gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

પુસ્તક વિશે

"તમારી કિડની બચાવો" તે કિડની અંગે ગુજરાતી ભાષામાં સરળ માહિતી આપતું પ્રથમ પુસ્તક છે . ડો. સંજય પંડયા એ તેમના કિડની નિષ્ણાત તરીકેના ૨૦ વર્ષના અનુભવ બાદ આ પુસ્તક ( અને તેની વેબ સાઈટ ) તૈયાર કરેલ છે, તેથી તેમાં કિડની ના દર્દી અને દરેક વ્યક્તિ ને મુંઝવતા કિડની રોગ અંગેના મહત્વના બધા પ્રશ્નોના જવાબ તમને મળશે.

કિડની ના રોગોનું પ્રમાણ ખૂબજ ઝડપથી વધી રહ્યું છે અને લોકોમાં આ અંગે સભાનતા ઓછી જોવા મળે છે કિડની વધુ બગડે ત્યારે જરૂરી એવી ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી સારવાર અત્યંત ખર્ચાળ અને કપરી છે આ કારણસર કિડની ના રોગો થતા અટકાવતા અને તેની વહેલી સારવાર લેવી એ કિડની ને બચાવવાનો એક માત્ર ઉત્તમ વિકલ્પ છે. "તમારી કિડની બચાવો" તે વર્તમાન સમય ની જરૂરિયાતને ધ્યાનમાં લઈ એ અંગે રોજબરોજ ઉપયોગી, સરળ ભાષામાં માહિતી આપતું સૌ પ્રથમ અને એકમાત્ર ગુજરાતી પુસ્તક છે.આ પુસ્તક અને વેબ સાઈટ ગુજરાત, ભારત અને વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓની પોતાની જ ભાષામાં કિડની વિશે જાણવાની જિજ્ઞાસા પૂરી કરી છે.

આ પુસ્તકના બે વિભાગ છે. પહેલો વિભાગ કિડની વિશે પ્રાથમિક માહિતી આપશે.આ વિભાગમાં કિડની ની રચના,કાર્યો, કિડની ના રોગો ના ચિહનો, જરૂરી તપાસ અને કિડની ના અગત્યના રોગો અંગે પ્રાથમિક માહિતી નો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કિડની ના રોગો વિશે ગેરસમજ દૂર કરતી માહિતી અને ખૂબજ મહત્વના કિડની બગડતી અટકાવવાના ઉપાયો પણ પહેલા વિભાગમાં છે.

પુસ્તક નો બીજો વિભાગ - કિડની ના દરેક દર્દી અને તેના કુટુંબીજનો ને ઉપયોગી માહિતી આપશે. આ વિભાગમાં કિડની ના બધા મુખ્ય રોગોના લક્ષણ, નિદાન તેને અટકાવવાના ઉપાયો અને સારવાર વિશેની માહિતી નો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુ અગત્યના કિડની ના પ્રશ્નો ક્રોનિક કિડની ફેલ્ચર, ડાયાલીસીસ, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અને ડાયાબિટીક કિડની ફેલ્ચર વિશે આ વિભાગમાં વધુ વિગતવાર ચર્ચા કરવામાં આવેલ છે.

આ ઉપરાંત કિડની ના જુદા જુદા રોગોમાં જરૂરી ખોરાકની પરેજી અને પસંદગી વિશે પણ વિગતવાર માહિતી આ વિભાગમાં આપવામાં આવી છે આ પુસ્તકમાં આપેલી માહિતી ડોક્ટરની સલાહ અને સારવારની પૂરક છે. ડોક્ટરની સલાહ વગર દવા લેવી કે તેમાં ફેરફાર કરવા જોખમી છે.

ડો. સંજય પંડયા દ્વારા લેખિત "તમારી કિડની બચાવો" ૨૦૦૬ માં નવભારત સાહિત્ય મંદિર ( અમદાવાદ ) દ્વારા પ્રકાશિત થયેલ છે. ૧૪,૦૦૦ થી વધુ પૂર્તિ નું વેચાણ આ પુસ્તક ની લોકપ્રિયતા સૂચવે છે.

પુસ્તક ની જાણકારી

"તમારી કિડની બચાવો"
પ્રથમ આવૃત્તિ : જુલાઈ ૨૦૦૬
પ્રકાશક :નવભારત સાહિત્ય મંદિર દેરાસર પાસે, ગાંધીરોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧
લેખક :ડો. સંજય પંડયા એમ.ડી ( મેડીસીન ), ડી એન બી ( નેફ્રોલોજી ) કન્સલ્ટીંગ નેફ્રોલોજીસ્ટ
ગોઠવણી :૧૯૦ પાના
પુનઃમુદ્રણ :૪ વખત
વ્યાપ :૧૪,૦૦૦ થી વધુ પૂર્તિ નું વેચાણ