Read Online in Gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

કિડની ફેલ્યર એટલે શું?

શરીરમાં કિડનીનું મુખ્યકાર્યલોહીનું શુદ્ધીકરણકરવાનું તથા પ્રવાહી અને ક્ષારનું નિયમન કરવાનું છે. નુકસાન થવાને કારણે બંને કિડની તેનું સામાન્યકાર્યન કરી શકે ત્યારે કિડનીની કાર્યક્ષમતા ઘટી ગઈ છે અથવા તો કિડની ફેલ્યર છે તેમ કહી શકાય.

કિડની ફેલ્યરનું નિદાન કઈ રીતે થઈ શકે?

લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાના પ્રમાણની તપાસ દ્વારા કિડનીની કાર્યક્ષમતા વિશે માહિતી મેળવવામાં આવે છે. કિડનીની કાર્યક્ષમતા આપણા શરીરની જરૂરિયાત કરતાં વધુ હોવાને કારણે બંને કિડનીને જો થોડું નુકસાન થયું હોય તો લોહીના રિપોર્ટમાં કોઈ બગાડો જોવા મળતો નથી. પરંતુ રોગને કારણે જ્યારે બંને કિડની ૫૦ ટકા કરતાં વધુ બગડે ત્યારે જ લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણસામાન્યકરતાં વધે છે.

એક કિડની બગડવાથી કિડની ફેલ્યર થઈ શકે?

ના. જો કોઈ વ્યક્તિની બેમાંથી એકકિડની નુકસાન પામે કે કાઢી નાખવામાં આવે તોપણબીજી કિડની પોતાની કાર્યક્ષમતામાં વધારો કરી શરીરનું કાર્યસંપૂર્ણ રીતે રાબેતા મુજબ ચલાવી શકે છે.

કિડની ફેલ્યરના મુખ્યત્વે બે પ્રકાર છે :

એક્યુટ કિડની ફેલ્યર અને ક્રોનિકકિડની ફેલ્યર

૧. એક્યુટ કિડની ફેલ્યર

એક્યુટ કિડની ફેલ્યરમાં બંને કિડનીઓ કેટલાકરોગને કારણે નુકસાન પામી ટૂંકા સમય માટે કામ કરવાનું બંધ કરી દે છે. ઝાડા-ઊલટી, ઝેરી મલેરીયા, લોહીનું દબાણએકાએકઘટી જવું વગેરે એક્યુટ કિડની ફેલ્યર થવાના મુખ્યકારણો છે. વહેલાસરની યોગ્યસારવાર વડે થોડા સમયમાં આ કિડની ફરીથી સંપૂર્ણપણે કામ કરતી થઈ શકે છે.

બંને કિડની બગડે ત્યારે જ કિડની ફેલ્યર થઈ શકે છે.

૨. ક્રોનિક કિડની ફેલ્યર

ક્રોનિકકિડની ફેલ્યરમાં કેટલાકરોગોને કારણે ધીમેધીમે મહિના કે વર્ષોમાં બંને કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થઈ બંને કિડની કાર્યકરવાનું બંધ કરી દે છે. ક્રોનિકકિડની ફેલ્યર થવાના મુખ્યકારણો ડાયાબિટીસ, લોહીનું ઊંચું દબાણ, કિડનીના જુદા જુદા રોગો વગેરે છે. હાલ આ પ્રકારનો રોગ મટી શકે તેવી કોઈ દવા ઉપલબ્ધનથી. સી.કે.ડી.ના અંતિમ અને જીવલેણતબક્કાને એન્ડસ્ટેજ કિડની (રીનલ) ડિસીઝ કહેવાય છે.

બંને કિડની ૫૦% કરતાં વધુ બગડે ત્યારે જ કિડની ફેલ્યરનું નિદાન થઈ શકે છે.