Read Online in Gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

તમારા સવાલો

કિડની શરીરમાં ક્યાં અને કેવી હોય છે?

 • કિડની શરીરમાં ક્યાં અને કેવી હોય છે?
  સ્ત્રી હોય કે પુરુષ બધાના શરીરમાં સામાન્ય રીતે બે કિડની આવેલી હોય છે. જે પેટના ઉપરના અને પાછળના ભાગમાં કરોડરજ્જુની બંને બાજુએ ( પીઠના ભાગમાં ) હોય છે. કિડનીનો આકાર કાજુ જેવો છે. Read More
 • કિડની ના રોગના મુખ્ય ચિહનો કયા કયા છે?
  કિડનીના જુદા જુદા રોગોના અલગ અલગ ચિહનો હોય છે. જેમાંનાં અગત્યનાં ચિહનો આંખ પર સવારે સોજા આવે, ભૂખ ઓછી લાગે,ઊલટી-ઊબકા થાય, નાની ઉંમરે લોહીનું ઊચું દબાણ હોય, નબળાઈ આવે, પેશાબ ઓછો આવે, પેશાબમાં બળતરા થાય, પેશાબ ઉતારવામાં તકલીફ થાય વગેરે છે. Read More
 • કિડની ફેલ્યર થવાની શક્યતા ક્યારે વધારે રહે છે?
  જે વ્યક્તિમાં ડાયાબીટીસની બીમારી હોય, લોહીનું દબાણ ઊચું રહેતું હોય, કુટુંબમાં વારસાગત કિડનીના રોગ હોય.લાંબા સમય માટે દુ:ખાવાની દવા લીધી હોય કે મૂત્રમાર્ગમાં જન્મજાત ખોડ હોય તે કિડની ફેલ્યર થવાની શક્યતા વધારે રહે છે. Read More
 • કિડનીના રોગના નિદાન માટે કઈ તપાસ કરાવવી?
  દર્દી ની તકલીફને ધ્યાન માં લઈ કઈ તપાસ કરાવવી તે ડોકટર નક્કી કરે છે. પેશાબની તપાસ, લોહીની ક્રીએટીનીન ની તપાસ અને કિડનીની સોનોગ્રાફી કિડનીના રોગોમાં સૌથી વધુ માહિતી આપતી પ્રાથમિક તપાસ છે. Read More
 • કિડની બાયોપ્સીની જરૂરિયાત ક્યારે પડે છે?
  કિડનીના કેટલાક રોગો કે જેમાં પેશાબમાં પ્રોટીન જતું હોય કે કિડની ઓછુ કામ કરતી હોય ત્યારે ઘણી વખત આ રોગો થવાના કારણનું ચોક્કસ નિદાન અન્ય તપાસ દ્વારા શક્ય બનતું નથી. આવા પ્રકારના કિડનીના રોગોના નિદાન માટે કિડની બાયોપ્સી કરવામાં આવે છે. Read More
 • કિડની ફેલ્યર એટલે શું?
  શરીરમાં કિડની નું મુખ્ય કાર્ય લોહીનું શુદ્ધીકરણ કરવાનું છે. જયારે નુકસાન થવાને કારણે બંને કિડની તેનું સામાન્ય કાર્ય ન કરી શકે ત્યારે કિડની ની કાર્યક્ષમતા ધટી ગઈ છે અથવા તો કિડની ફેલ્યર છે તેમ કહી શકાય. Read More
 • કિડની ફેલ્યર માં એક કિડની બગડે કે બન્ને?
  બંને. સામાન્ય રીતે કોઈ દર્દીની એક કિડની સાવ બગડી જાય તોપણ દર્દીને કોઈ તકલીફ હોતી નથી અને લોહીમાં ક્રીએટીનીનની અને યુરિયાની માત્રામાં કોઈ ફેરફાર થતો નથી.જયારે બંને કિડની બગડે ત્યારે જ લોહીમાંનો કચરો શરીરમાંથી નીકળી શકતો નથી,જેથી લોહીની તપાસમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ વધે છે અને કિડની ફેલ્યર નું નિદાન થાય છે. Read More
 • એક કિડની બગડવાથી કિડની ફેલ્યર થઈ શકે?
  ના. જો કોઈ વ્યક્તિ ની બેમાંથી એક કિડની નુકસાન પામે કે કાઢી નાખવામાં આવે તો પણ બીજી કિડની પોતાની કાર્યક્ષમતા માં વધારો કરી શરીરનું કાર્ય સંપૂર્ણ રીતે રાબેતા મુજબ ચલાવી શકે છે. Read More
 • કિડની ફેલ્યર ના મુખ્ય બે પ્રકાર એક્યુટ અને ક્રોનિક કિડની ફેલ્યર કઈ રીતે અલગ છે?
  એક્યુટ કિડની ફેલ્યર માં બંને કિડનીઓં કેટલાક રોગને કારણે નુકસાન પામી ટૂંકા સમય માટે કામ કરવાનું બંધ કરી દે છે. વહેલાસરની યોગ્ય સારવાર વડે થોડા સમયમાં આ કિડની ફરીથી સંપૂર્ણપણે કામ કરતી થઈ શકે છે. જયારે ક્રોનિક કિડની ફેલ્યર માં કેટલાક રોગોને કારણે ધીરે ધીરે મહિના કે વર્ષોમાં બંને કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થઈ બંને કિડની કાર્ય કરવાનું બંધ કરી દે છે. હાલ આ પ્રકારનો રોગ મટી શકે તેવી કોઈ દવા ઉપલબ્ધ નથી. Read More
 • ક્રોનિક કિડની ફેલ્યર શું છે?
  આ પ્રકારના કિડની ફેલ્યર માં કિડની બગડવાની પ્રકિયા અત્યંત ધીમી હોય છે કે જે મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. લાંબા સમય બાદ મોટા ભાગના દર્દીઓમાં બંને કિડની સંકોચાઈ ને સાવ નાની થઈ કાયમ માટે કામ કરતી બંધ થઈ જાય છે કે જે કોઈ પણ દવા કે ડાયાલિસિસ દ્વારા ફરી સુધરી શકતી નથી. Read More
 • ક્રોનિક કિડની ફેલ્યર ના મુખ્ય કારણો ક્યા છે?
  કોઈ પણ ઉપાયથી ન સુધરી શકે તે રીતે બંને કિડની બગડવાના મુખ્ય કારણો આ મુજબ છે. ડાયાબિટીસ, લોહીનું ઊંધું દબાણ, ક્રોનિક ગ્લોમેરુંલોનેફ્રાંઈટિસ, પોલીસીસ્ટિક કિડની ડીસીઝ, પથરીની બીમારી, લાંબા સમય માટે લેવામાં આવેલી દર્દશામક દવાઓ, બાળકોમાં જન્મજાત મૂત્રમાર્ગની ખામીઓ વગેરે છે. Read More
 • ક્રોનિક કિડની ડીસીઝ ના લક્ષણો કયાં છે?
  ક્રોનિક કિડની ડીસીઝ ના જુદા જુદા દર્દી ઓમાં કિડની કાર્યક્ષમતા મુજબ અલગ અલગ ચિહનો જોવા મળે છે. ક્રોનિક કિડની ફેલ્યરની શરૂઆતમાં સામાન્ય રીતે મોટા ભાગના દર્દીઓમાં કોઈ ફરિયાદ હોતી નથી. મોટા ભાગે મેડિકલ ચેક-અપ દરમ્યાન આકસ્મિક રીતે આ રોગનું નિદાન થાય છે. કિડની ની કાર્યક્ષમતામાં વધુ ઘટાડો થાય ત્યારે અશક્તિ,સોજા, લોહીનું વધુ દબાણ, લોહીમાં ફિક્કાશ, રાત્રિના પેશાબના પ્રમાણમાં વધારો વગેરે ચિહનો જોવા મળે છે કિડનીની કાર્યક્ષમતા જયારે ૮૦% કરતા વધુ ઓછી થઈ જાય, મતલબ કે અંતિમ તબક્કાના ચિહનો ઊલટી-ઊબકા થાય, થોડું કામ કરતાં થાકી જવાય, શ્વાસ ચડે, લોહીમાં ફિક્કાશ (એનેમિયા), લોહીની ઊલટી થાય, દર્દી ઘેન માં રહે,આચકી આવે અને દર્દી બેભાન થઈ જાય વગેરે છે. Read More
 • ક્રોનિક કિડની ફેલ્યર નું નિદાન કઈ રીતે થાય?
  ક્રોનિક કિડની ફેલ્યર ના નિદાન માટે તપાસમાં સૌથી મહત્વની તપાસ તે લોહીમાં હિમોગ્લોબીન માં ઘટાડો, પેશાબમાં પ્રોટીન જવું, લોહીની તપાસમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ વધવું અને સોનોગ્રાફીમાં બંને કિડની સંકોચાયેલી જોવા મળવી તે છે. Read More
 • ક્રોનિક કિડની ફેલ્યર ની દવા-પરેજી દ્વારા સારવાર કઈ રીતે કરવામાં આવે છે?
  ક્રોનિક કિડની ફેલ્યર ની દવા દ્વારા સારવારની મહત્વની બાબતો નીચે મુજબ છે. કિડની ફેલ્યર ના કારણો ની સારવાર જેમકે ડાયાબીટીસ તથા બ્લડપ્રેસરની યોગ્ય સારવાર વગેરે. કિડનીની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે ની સારવાર જેમકે શરીરમાં પ્રવાહીની માત્રા યોગ્ય પ્રમાણમાં જાળવવી વગેરે. કિડની ફેલ્યરને કારણે ઉભા થતા પ્રશ્નોની સારવાર જેમકે લોહીના દબાણને કાબુમાં રાખવું સોજા ઘટાડવા માટે પેશાબ વધારવાની દવાઓ આપવી, ઊલટી-ઊબકા-એસીડીટી માટે ખાસ દવાઓ દ્વારા સારવાર વગેરે. કિડનીને થતું વધુ નુકસાન અટકાવવું. (કિડનીને નુકસાન કરે તેવી દવાઓ કે આયુવૈદિક ભસ્મ ન લેવી, ધુમ્રપાન ન કરવું તમાકુ, ગુટકા તથા દારૂ ન લેવા,ખોરાક માં પરેજી રાખવી વગેરે). Read More
 • શું ક્રોનિક કિડની ડીસીઝ દવાથી મટી જાય?
  ક્રોનિક કિડની ફેલ્યર ને મટાડી શકે તેવી કોઈ પણ દવા ઉપલબ્ધ નથી. કોઈ પણ સારવાર છતાં આ રોગ ધીમે ધીમે વધતો જાય છે. દવા તથા પરેજી દ્વારા સારવારના ફાયદાઓ નીચે મુજબ છે. રોગને કારણે દર્દીને થતી તકલીફમાં રાહત આપવી. કિડનીની બચેલી કાર્યક્ષમતા જાળવી રાખી કિડની બગડવાની ઝડપ ઘટાડવી. ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે તે તબક્કો શક્ય એટલો મોડો થાય તે માટે પ્રયત્નો કરવા. Read More
 • ક્રોનિક કિડની ફેલ્યર ના દર્દીઓને ખોરાકમાં શું કાળજી રાખવી જોઈએ?
  ડોકટર દરેક દર્દી ની તબિયત અને તપાસના અલગ અલગ તમામ પાસાને ધ્યાનમાં લઇ ખોરાક માં પરેજી અને પસંદગી વિશે સૂચના આપે છે. કિડની ફેલ્યર ના મોટા ભાગના દર્દીઓને ખોરાકમાં નીચે મુજબની સલાહ સામાન્ય રીતે આપવામાં આવે છે. સોજા ઘટાડવા પ્રવાહી ઓછી માત્રામાં લેવું. ખોરાકમાં સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ ઓછુ લેવું. પ્રોટીનનું પ્રમાણ વધારે ન લેવું અને કાર્બોહાઈડ્રેટ પૂરતા પ્રમાણમાં લેવું. Read More
 • ક્રોનિક કિડની ડીસીઝ માં ડાયાલિસિસની જરૂરિયાત ક્યારે પડે છે?
  કિડની ની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થાય કે કિડની સંપૂર્ણ રીતે કામ કરતી બંધ થઈ જાય ત્યારે દવા દ્વારા થતી સારવાર અસરકારક રહેતી નથી અને રોગના ચિહનો ( ઊલટી,ઊબકા, નબળાઈ,શ્વાસ વગેરે ) વધતા જાય છે. આ તબક્કે ડાયાલિસિસ ની જરૂર પડે છે. સામાન્ય રીતે લોહીની તપાસમાં સીરમ ક્રિએટીનીનનું પ્રમાણ ૮ મી.ગ્રા. % કરતાં વધે ત્યારે ડાયાલિસિસ શરૂ કરવામાં આવે છે. Read More
 • શું એક વખત ડાયાલિસિસ કરાવવાથી વારંવાર ડાયાલિસિસ કરાવવું પડે?
  કેટલી વખત ડાયાલિસિસ કરાવવાની જરૂર છે તે કિડની ફેલ્યરના પ્રકાર પર આધારિત છે. એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં થોડા ડાયાલિસિસ બાદ કિડની ફરીથી સંપૂર્ણ રીતે કામ કરતી થઈ જાય છે અને ફરી ડાયાલિસિસ કરાવવાની જરૂર રહેતી નથી. આવા દર્દીઓમાં ખોટી માન્યતાને કારણે ડાયાલિસિસ કરાવવામાં વિલંબ થાય તો દર્દી મૃત્યુ પામે તેવી પરિસ્થિતિ પણ ઉભી થઈ શકે છે. ક્રોનિક કિડની ફેલ્યરના અંતિમ તબક્કામાં નિયમિત ડાયાલિસિસ તબિયત સારી જાળવવા માટે અનિવાર્ય છે. Read More
 • હિમોડાયાલિસિસ કઈ રીતે થાય?
  આ પ્રકારના ડાયાલિસિસમાં હિમોડાયાલિસિસ મશીન ની મદદ વડે કૃત્રિમ કિડની (ડાયાલાઈઝર) માં લોહી નું શુદ્ધિકરણ કરવાંમાં આવે છે. Read More
 • સી.એ.પી.ડી એટલે શું?
  સી - કન્ટીન્યુઅસ- કે જેમાં ડાયાલિસિસની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. એ - એમ્બ્યુલેટરી- જે દરમ્યાન દર્દી હરીફરી અને સામાન્ય કામ કરી શકે છે. પી.ડી. - પેરીટોનીયલ ડાયાલિસિસની આ પ્રક્રિયા છે. સી.એ.પી.ડી. એ દર્દી પોતાની મેળે ઘરે, મશીન વગર કરી શકે એવા પ્રકારનું ડાયાલિસિસ છે. Read More
 • સી.એ.પી.ડી કઈ રીતે થાય?
  આ પ્રકારનું ડાયાલિસિસ દર્દી પોતાની મેળે મશીન વગર ઘરે કરી શકે છે. સી.એ.પી.ડી માં ખાસ જાતનું નરમ, ઘણા છીદ્રો ધરાવતું કેથેટર નાના ઓપરેશન દ્વારા પેટમાં મુકવામાં આવે છે. આ કેથેટર દ્વારા પી.ડી. ફ્લ્યુડ પેટમાં દાખલ કરવામાં આવે છે. આ પ્રવાહી કેટલાક કલાકો બાદ બહાર કાઢવામાં આવે ત્યારે તેની સાથે શરીરમાંનો બિનજરૂરી કચરો અને પ્રવાહી પણ બહાર નીકળી જાય છે. Read More
 • કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર કયારે પડે?
  ક્રોનિક કિડની ફેલ્યરના દર્દી જયારે વધુ કિડની બગડવાથી એન્ડ સ્ટેજ કિડની ફેલ્યર ના તબક્કે પહોચે (કિડની ૮૫% કરતાં વધુ બગડી જાય) ત્યારે નવી કિડની બેસાડવાની અથવા નિયમિત ડાયાલિસિસ કરાવવાની જરૂર પડે છે. Read More
 • કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં કોણ કિડની આપી શકે?
  સામાન્ય રીતે ૧૮ થી ૫૫ વર્ષના દાતા પાસેથી કિડની મેળવવામાં આવે છે.પુરુષ સ્ત્રીને કે સ્ત્રી પુરુષને કિડની આપી શકે છે. દર્દીના માતાપિતા કે ભાઈ-બહેનને સામાન્ય રીતે દાતા તરીકે પસંદ કરવામાં આવે છે. કુટુંબમાંથી કિડની મળી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં.. Read More
 • કેડેવર કિડન ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું?
  ''બ્રેઈન ડેથ - મગજ મૃત્યુ'' થયું હોય તેવી વ્યક્તિના શરીરમાંથી તંદુરસ્ત કિડની મેળવી, કિડની ફેલ્યરના દર્દીમાં પ્રતિરોપણ કરવામાં આવે તે માટેના ઓપરેશન ને કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન કહે છે. Read More
 • બ્રેઈન ડેથ એટલે શું?
  સામાન્ય સમજણ મુજબ મૃત્યુ એટલે હૃદય બંધ થઈ જવું. બ્રેઈન ડેથ - મગજ મૃત્યુ એ તબીબો દ્વારા કરવામાં આવતું નિદાન છે. ગંભીર નુકસાનને કારણે મગજ સુધરી ન શકે તે રીતે સંપૂર્ણપણે કાર્ય કરતું બંધ થયું હોય તેવા દર્દીઓમાં ઘનિષ્ટ સારવારની મદદથી શ્વાસ અને હદય ચાલુ હોય છે અને શરીરમાં બધે લોહી પૂરતા પ્રમાણમાં પહોચતું હોય છે. આ પ્રકારના મૃત્યુને ''બ્રેઈન ડેથ (મગજ મૃત્યુ)'' કહે છે . Read More
 • ડાયાબિટીસમાં કિડની બગડવાની શક્યતા કેટલી રહે છે?
  ટાઈપ-૧ અથવા ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ પ્રકારના ડાયાબિટીસમાં ખૂબ જ વધારે એટલે કે ૩૦% - ૩૫% દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા રહે છે. જયારે ટાઈપ-૨ અથવા નોન ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ પ્રકારના ડાયાબિટીસમાં ૧૦% થી ૪૦% દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા રહે છે. Read More
 • કિડની પર ડાયાબિટીસની અસરનું વહેલું નિદાન કઈ રીતે થઈ શકે?
  આ માટે ની શ્રેષ્ઠ પદ્ધતિ પેશાબમાં માંઈક્રોઆલ્બ્યુંમિન્યુંરિયાની તપાસ છે. નિદાન માટે બીજા નંબરની સરળ પદ્ધતિ તે દર ત્રણ મહિને લોહીનું દબાણ મપાવવું અને પેશાબમાં આલ્બ્યુંમિન્યુંરિયાની તપાસ કરાવવી તે છે. લોહીના દબાણમાં વધારો અને પેશાબમાં પ્રોટીનની હાજરી ડાયાબિટીસની કિડની પર અસર સૂચવે છે આ બિનખર્ચાળ, સરળ, બધે ઉપલબ્ધ એવી પદ્ધતિથી કોઈ પણ ચિહનો ન હોય તે તબક્કે કિડની પર ડાયાબિટીસની અસરનું નિદાન થઈ શકે છે. Read More
 • વારસાગત રોગ પી.કે.ડી. માં કિડની પર શું અસર થાય છે?
  પી.કે.ડી. રોગમાં બન્ને કિડની માં ફુગ્ગા કે પરપોટા સાથે સરખાવી શકાય તેવા અસંખ્ય સિસ્ટ હોય છે. સમય સાથે આવા સિસ્ટનું કદ વધતું જાય છે, જેને લીધે લોહીના દબાણમાં વધારો અને કિડનીની કાર્યક્ષમતામાં ક્રમશ: ઘટાડો જોવા મળે છે. Read More
 • વી.યુ.આર. ની સારવાર કઈ રીતે થાય છે?
  વી.યુ.આર. ની સારવાર રોગના ચિહનો, તેની માત્રા તથા બાળકોની ઉંમરને ધ્યાનમાં લઇ નક્કી કરવામાં આવે છે. ઓછા ગંભીર પ્રકારની તકલીફમાં જરૂરી દવા આપવામાં આવે છે. જયારે વી.યુ.આર. ની તકલીફ વધુ ગંભીર પ્રકારની હોય ત્યારે ઓપરેશનની જરૂર પડે છે. Read More
 • પેટનો દુઃખાવો પથરીને કારણે હોય તેના કયાં લક્ષણો છે?
  પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યાં પ્રકારની છે તેના પર આધાર રાખે છે. પથરીનો દુઃખાવો એકાએક શરૂ થાય છે. આ દુઃખાવો ધોળા દિવસે તારા દેખાડી દે તેવો સખત અને અસહ્ય હોય છે.પથરીમાં દુઃખાવો સાથે ઘણા દર્દીઓમાં ઊલટી-ઊબકા, પેશાબમાં લોહી, પેશાબમાં બળતરા વગેરે તકલીફો જોવા મળે છે. Read More
 • શું પથરી ને લીધે કિડની બગડી શકે છે?
  હા. કેટલાક દર્દીને પથરી ને લીધે મૂત્રમાર્ગમાં અડચણ ઉભી થાય છે અને કિડની ફુલીજાય છે. જો આ પથરીની યોગ્ય, સમયસર સારવાર કરવામાં ન આવે તો લાંબા ગાળે ફૂલી ગયેલી કિડની ધીમે ધીમે નબળી પડે છે અને છેવટે સાવ કામ કરતી બંધ થઈ જાય છે. Read More
 • મૂત્રમાર્ગમાં પથરીની સારવાર કઈ રીતે કરવામાં આવે છે?
  મૂત્રમાર્ગમાં પથરી માટે કઈ સારવાર જરૂરી છે તે પથરીના કદ, પથરીનું સ્થાન તેને કારણે થતી તકલીફ અને જોખમોને ધ્યાનમાં લઇ નક્કી કરવામાં આવે છે. આ સારવાર નાં બે મુખ્ય પ્રકાર છે. દવા દ્વારા સારવાર અને મૂત્રમાર્ગમાંથી પથરી કાઢવાની ખાસ પ્રકારની સારવાર (ઓપરેશન, દૂરબીન, લીથોટ્રીપ્સી વગેરે). Read More
 • કઈ દવાઓથી કિડની બગડવાનું જોખમ રહે છે?
  દર્દ શામક દવાઓ, એમાંઇનોગ્લાઈકોસાઈડસ ગ્રુપની એન્ટીબાયોટીક, રેડિયોકોન્ટ્રાસ્ટ દવાઓ, ભારે ધાતુઓ ધરાવતી આયુર્વેદિક દવાઓ વગેરે ને કારણે કિડની બગડવાનું જોખમ વધારે રહે છે. Read More