મૂત્રાશયમાં જતી જોવા મળે છે. આ તપાસ કિડનીની કાર્યક્ષમતા અને મૂત્રમાર્ગની રચના વિશે માહિતી આપે છે.
    - જુગ્યુલર વેઈન (I.J.V. - Internal Jugular Vein) :  
    
માથા અને ગળાના ભાગમાંથી લોહીનું વહન કરતી મોટી શિરા જે ગળામાં, ખભાના ઉપરના ભાગમાં આવેલ છે. આ શિરામાં ડબલ લ્યુમેન કેથેટર મૂકી હિમોડાયાલિસિસ માટે લોહી મેળવવામાં આવે છે.
     
    - કિડની બાયોપ્સી :  
    
નિદાન માટે કિડનીમાંથી સોય વડે પાતળા દોરા જેવો ભાગ લઈ તેની માઈક્રોસ્કોપ દ્વારા કરવામાં આવતી તપાસ.
     
    - કિડની ફેલ્યર :  
    
કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થવો. લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાના પ્રમાણમાં વધારો કિડની ફેલ્યર સૂચવે છે.
     
    એક્યુટ  કિડની ફેલ્યર :  
    સામાન્ય રીતે કામ કરતી કિડનીનું ટૂંકા સમય માટે બંધ થઈ જવું. આ પ્રકારે બગડેલી કિડની ફરીથી સંપૂર્ણ રીતે કામ કરતી થઈ શકે છે.
    - ક્રોનિક  કિડની ફેલ્યર : 
    
ધીમેધીમે, લાંબા ગાળે, ફરીથી સુધરી ના શકે તે પ્રકારે કિડનીની કાર્યક્ષમતામાં થતો ઘટાડો.
     
    - કિડની રિજેક્શન :  
    
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ શરીરની પ્રતિકારક શક્તિને કારણે થતા નુકસાનથી, નવી મૂકેલી કિડનીનું બગડવું.
     
    - કિડની ટ્રાન્સપ્લાન્ટેશન :  
    
ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીમાં અન્ય વ્યક્તિમાંથી મેળવેલી એક તંદુરસ્ત કિડની મૂકવાનું ઓપરેશન.
     
    - લિથોટ્રીપ્સી (ESWL)  
    
ઓપરેશન વગર સારવારની આધુનિક પદ્ધતિ. આ સારવારમાં મશીન દ્વારા ઉત્પન્ન થયેલા શક્તિશાળી મોજા પથરીનો ભૂકો કરે છે. આ ભૂકો પેશાબ દ્વારા નીકળી જાય છે.