Read Online in gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

પરિચય

સુંદર, સ્વચ્છ અને સુઘડ રહેવું કોને ન ગમે? શરીરની બાહ્ય સ્વચ્છતા તમારા હાથમાં છે, પરંતુ શરીરની આંતરિક સ્વચ્છતા તમારી કિડની (મૂત્રપિંડ) જાળવે છે. કિડની શરીરમાંથી બિનજરૂરી કચરો અને ઝેરી પદાર્થ દૂર કરી શરીરને સ્વચ્છ રાખવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીના રોગની તકલીફ હોય તેવા દર્દીઓની સંખ્યામાં છેલ્લાં થોડા વર્ષોમાં ઘણો વધારો જોવા મળ્યો છે. ડાયાબિટીસ અને લોહીના ઊંચા દબાણના દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારા સાથે કિડની ફેલ્યરના પ્રમાણમાં પણ પુષ્કળ વધારો જોવા મળ્યો છે.

આ પુસ્તક દ્વારા દરેક વ્યક્તિની કિડની વિશે જાણવાની અને સમજવાની જિજ્ઞાસા સંતોષવાનો પ્રયત્ન કર્યો છે. કિડનીના રોગના ચિહ્નો, નિદાન અને સારવાર વિશેની જાણકારી કિડનીના રોગો અટકાવવાના પ્રયત્નોમાં મહત્ત્વની મદદ પૂરી પાડશે.

આ પુસ્તકમાં જુદા જુદા પ્રકરણોમાં સરળ ભાષામાં કિડનીના રોગો વિશેની ખોટી માન્યતાઓનું સ્પષ્ટીકરણ, કિડનીના રોગો અટકાવવાના ઉપાયો, ડાયાલિસિસ, કિડની ટ્રાન્સપ્લાન્ટે્શન, કેડેવર ટ્રાન્સપ્લાન્ટે્શન અને ખોરાક વિશેની સંપૂર્ણ જાણકારી વગેરે અનેક માહિતી આપવામાં આવી છે. વાચકો પુસ્તકને સરળતાથી વાંચી શકે તે માટે પુસ્તકના અંતે તબીબી શબ્દોની અને ટૂંકા શબ્દોની સમજૂતી આપવામાં આવી છે. સામાન્ય વ્યક્તિ માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી બનશે.

કિડની વિશે માહિતી જાણો અને કિડનીના રોગો અટકાવો.