Read Online in gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

અનુક્રમ

કિડનીના રોગો વિશે માહિતીપૂર્ણ સૌ પ્રથમ સંપૂર્ણ પુસ્તક


તમારી કિડની બચાવો


કિડનીના રોગો માટે જરૂરી સાવચેતી
અને સારવાર વિશે સંપૂર્ણ માહિતી


ડો. સંજય એન. પંડ્યા
એમ.ડી. (મેડિસિન)
ડી.એન.બી. (નેફ્રોલોજી)
કન્સલ્ટિંગ નેફ્રોલોજિસ્ટ



મુખ્ય પ્રાપ્તિસ્થાન
નવભારત સાહિત્ય મંદિર

જૈન દેરાસર પાસે,
૨૦૨, પેલિકન હાઉસ,
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ,
ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
મુંબઈ -૪૦૦ ૦૦૨

બુક સેલ્ફ
૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે,
સી. જી. રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯

E-mail : [email protected]
Web : www.navbharatonline.com

TAMARI KIDNEY BACHAVO
By : Dr. sanjay N. Pandya
Navbharat Sahitya Mandir, Ahmedabad

© સમર્પણ કિડની ફાઉન્ડેશન
All rights reserved. No part of this book may be copied, adapted, abridged or translated, store in any retrieval system, any form or by any will entail legal action and prosecution without further notice.


પ્રથમ આવૃતિ : ઑક્ટોબર, ૨૦૦૬
પુનર્મુદ્રણ : માર્ચ, ૨૦૦૭, માર્ચ, ૨૦૦૯, સપ્ટેમ્બર, ૨૦૧૦,
ઑક્ટોબર, ૨૦૧૨, ૨૦૧૫, જૂન, ૨૦૧૮

ISBN: 978-81-8440-474-6

પ્રકાશક
મહેન્દ્ર પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર

દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ ૩૮૦ ૦૦૧
ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧
E-mail : [email protected]
Web : navbharatonline.com

લેખક
ડો. સંજય એન. પંડ્યા
એમ. ડી. (મેડિસિન), ડી.એન.બી. (નેફ્રોલોજી) કન્સલ્ટિંગ નેફ્રોલોજિસ્ટ,
સમર્પણ હૉસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર, લોધાવાડ પોલીસ ચોકી પાસે,
ભુતખાના ચોક, રાજકોટ – ૩૬૦૦૦૨ (ગુજરાત રાજ્ય)
E-mail : [email protected]


લેઅાઉટ/ટાઇપસેટિંગ:
www.e-shabda.com

મુદ્રક: પ્રિન્ટ કોન, અમદાવાદ





અર્પણ

કિડનીના દર્દીઓને, જેમણે મને આ પુસ્તક લખવાની પ્રેરણા આપી.

આ પુસ્તકની સંપૂર્ણ આવક કિડનીના દર્દીઓની મદદ માટે વિવિધ કાર્યોમાં વપરાશે.





પ્રસ્તાવના

ડો. સંજય પંડ્યાએ લખેલા ‘તમારી કિડની બચાવો’ પુસ્તકની પ્રસ્તાવના લખતા મને ખૂબ જ આનંદ અને વિશેષાધિકારની લાગણી થાય છે. ડો. સંજય પંડ્યા એક કુશળ નેફ્રોલોજિસ્ટ હોવા ઉપરાંત એક સમર્પિત શિક્ષક અને સારા પ્રતિષ્ઠિત લેખક પણ છે. આ અગાઉ તેમણે મેડિકલ વિદ્યાર્થીઓ તેમજ પ્રેક્ટિશનરો માટે એક પુસ્તક લખ્યું છે, જે ડૉકટરોમાં ખૂબ જ લોકપ્રિય બનેલું છે. આ પુસ્તકની સફળતા બાદ હવે તેમણે લખેલું પુસ્તક કિડનીના રોગો અટકાવવા માટે અને કિડનીના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે.

કિડનીના રોગો ઘણા લોકોને થાય છે. સદભાગ્યે કિડનીના ઘણાખરા રોગોની સારવાર થઇ શકે છે અને તેમને અટકાવી શકાય છે. પરંતુ કમનસીબે ઘણા લોકો સમયસર યોગ્ય સારવાર લેતા ન હોવાથી આ રોગ ધીમે ધીમે ગંભીર સ્વરૂપ પકડે છે અને ક્રોનિક કિડની ડિસીઝ અવસ્થાએ પહોંચે છે.

ક્રીનિક કિડની ડીસીઝ (CKD) તેના વિશાળ ફેલાવા અને સારવારમાં ઓછી સફળતા તેમજ ઊચા ખર્ચને કરને આરોગ્યનો વિશ્વવ્યાપી પ્રશ્ન બની ગયો છે. પશ્ચિમના દેશોમાં વસ્તીના ૧૦% લોકો સી.કે.ડી. ના ભોગ બન્યા છે અને તેના પ્રમાણમાં ઉતરોતર વધારો થતો જાય છે. ભારતમાં પણ આ રોગનું પ્રમાણ ઘણું વધારે છે અને આશરે ૧૦ કરોડ લોકો આ રોગના ભોગ બન્યા છે.

જો ક્રોનિક કિડની ડિસીઝ સમયસર યોગ્ય સારવાર ન લેવાય તો તે અંતિમ તબક્કાના કિડની ડિસિઝ (ESKD) ની અવસ્થાએ પહોચે છે અને ત્યાર પછી જીવનભરના ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સિવાય બીજા કોઈ ઉપાયો રહેતા નથી. આ બંને ઉપાયો એટલા બધા ખર્ચાળ છે.

કે બધાને પરવડી શકે નહીં. આપણા દેશના ૯૫ ટકા દર્દીઓને આવી સારવાર ઉપલબ્ધ નથી કે પોસાતી નથી. આથી ક્રોનિક કિડની ફેલ્યરનું વહેલાસર નિદાન કરી કિડની વધુ બગડે તે પહેલા તેને અટકાવવાનું કે પાછા ઠેલવાનું અત્યંત આવશ્યક બની સહે છે.

મારા મત પ્રમાણે ક્રોનિક કિડની ફેલ્યરના રોગને અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય લોકોમાં તેને વિશે સમજ કેળવવાનો છે. લોકો જો કિડનીના રોગોના કારણો જાણતા થાય તો તેઓ તેને અટકાવવાની કાળજી લેશે. જો લોકોને રોગનાં ચિન્હોની જાણ હોય તો કિડનીનો રોગ થયાનું વહેલાસર જાણી શકશે અને તેની યોગ્ય સારવાર લઇ શકશે. ડો. પંડ્યાનું આ પુસ્તક બરાબર આવી પરિસ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.

આવું અદભુત પુસ્તક લખવા માટે હું ડો. પંડ્યાને અભિનંદન આપું છું. સંજોગોવશાત આ પુસ્તક એવે સમયે બહાર પડે છે કે જયારે જગતે ક્રોનિક કિડની ડીસીઝને આરોગ્યને લગતા વિશ્વવ્યાપી ગંભીર પ્રશ્ન તરીકે સ્વીકારી, આ વર્ષ ૨૦૦૬ થી દર વર્ષે ૯મીમાર્ચના દિવસને વિશ્વવ્યાપી કિડની દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

ડો. ભરત શાહ
કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ-એકેડેમિક પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર
લીલાવતી હોસ્પિટલ
અને કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ, નાણાવટી હોસ્પિટલ, મુંબઈ

ચાલો કિડનીના રોગ અટકાવીએ...

‘તમારી કિડની બચાવો’ આ પુસ્તક દ્વારા કિડનીના રોગોને સમજવા અને તેને અટકાવવા માટેનું માર્ગદર્શન આપવાનો મારો નમ્ર પ્રયાસ છે.

છેલ્લાં થોડાંક વર્ષો દરમ્યાન કિડનીના રોગોના પ્રમાણમાં ખુબ જ ઝડપી વધારો થયલો જોવા મળ્યો છે. કિડની ફેલ્યરના ઘણા દર્દીઓમાં રોગ મટી શકે તેવી કોઈ સારવાર હાલના તબક્કે ઉપલબ્ધ નથી.

આવા દર્દીઓમાં જો કિડની ફેલ્યરનું નિદાન વહેલું થઇ શકે તો આ તબક્કે સારવારનો ખર્ચ પ્રમાણમાં ઓછો પણ ફાયદો લાંબા સમય માટે અને વધારે મળે છે. પરંતુ મોટા ભાગના લોકોમાં કિડનીના રોગોના ચિન્હો અને તે વિશેની જાણકારી તથા જાગૃતિના અભાવે વહેલું નિદાન ઓછા દર્દીઓમાં થાય છે. આવા દર્દીઓમાં કિડની વધુ બગડે ત્યારે જરૂરી એવી ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી સારવાર અત્યંત ખર્ચાળ હોવાથી મોટા ભાગના દર્દીઓની પહોચની બહાર હોય છે. આ કારણસર કિડનીનો રોગ થતો અટકાવવા અને તેની વહેલી સારવાર લેવી એ કિડનીને બચાવવાનો એકમાત્ર ઉતમ વિકલ્પ છે.

વર્તમાન સમયની જરૂરરિયાતને ધ્યાનમાં લઇ, દરેક વ્યક્તિમાં કિડનીના રોગો વિશે સભાનતા કેળવવી એ આ પુસ્તક તયાર કરવા પાછળનો મુખ્ય ઊદેશ છે.

કિડનીના રોગનું નામ સાંભળતા જ દર્દી અને તેના કુટુંબીજનોના હૃદયના ધબકારા વધી જાય છે. સ્વાભાવિક રીતે જ તેઓ કિડનીના રોગ વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માંગતા હોય છે, પરંતુ મોટા ભાગના ડોકટરો દર્દીની સારવારમાં વધુ વ્યસ્ત હોવાના કારણે રોગ વિશે વિગતવાર માહિતી આપવા માટે સમય ફાળવી શકતા નથી.

દર્દી અને ડોકટર વચ્ચે ખૂટતી કડીના વિકલ્પરૂપ આ પુસ્તકમાં કિડનીના બધા મૂખ્ય રોગોના લક્ષણ, નિદાન, તેને અટકાવવાના ઉપાયો અને સારવાર વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કિડનીના જુદા જુદા રોગોમાં જરૂરી ખોરાકની પરેજી અને પસંદગી વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. પરંતુ વાચકમિત્રોએ યાદ રાખવું જરૂરી છે કે આ પુસ્તકમાં આપેલી માહિતી ડોકટરની સલાહ કે સારવારનો વિકલ્પ નથી, પણ ડોકટરની સારવારની પુરક છે. આ પુસ્તક વાચી તબીબી સારવાર અને પરેજીમાં જાતે ફેરફાર કરવાનો અખતરો જોખમી બની શકે છે.

‘ફૂલછાબ’ દૈનિકમાં કિડની વિશેની મારી લેખમાળા થોડા વર્ષો પહેલા પ્રગટ થયેલી, જેના સંકલન રૂપે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક ને વધુ ઉપયોગી બનાવવા માટે આપ સૌના મુલ્યવાન સૂચનો આવકાર્ય છે.

આપને જો આ પુસ્તક ઉપયોગી લાગ્યું હોય કે ગમ્યું હોય તો આપ આપના સ્વજન કે મિત્રોને પણ આ પુસ્તક વાંચવા સૂચવશો. વળી, એક વાત કહેતા મને આનંદ થાય છે કે આ પુસ્તકની રોયલ્ટીમાંથી મળેલી રકમ કિડનીના દર્દીઓની મદદ માટે વાપરવામાં આવશે.

આભાર સહ,

ડો. સંજય પંડ્યા
રાજકોટ

આ પુસ્તક માત્ર માર્ગદર્શન માટે છે. ડોકટરોની સલાહ વગર દવા લેવી કે તેમાં ફેરફાર કરવો જોખમી છે.

લેખક પરિચય

Dr. Sanjay Pandya
  • ડો. સંજય પંડ્યાએ તેમની એમ. ડી. મેડીસીનની ડિગ્રી ૧૯૮૬ માં શ્રી એમ.પી. શાહ મેડીકલ કોલેજ, જામનગરથી મેળવી.
  • ત્યારબાદ ડો. પંડ્યાએ તેમની કિડની વિષયની નિષ્ણાત ડિગ્રી ૧૯૮૯ માં ડો. એચ. એલ. ત્રિવેદી સાહેબના માર્ગદર્શન નીચે મેળવી. ડો. પંડ્યા આ ડિગ્રી મેળવનાર ગુજરાતના બીજા તબીબ છે.
  • ડો. પંડ્યા છેલ્લાં ૨૭ વર્ષથી ગુજરાતના રાજકોટ શહેરમાં કિડની નિષ્ણાત – નેફ્રોલોજીસ્ટ તરીકે તેમની સેવા આપે છે. ડો. પંડ્યા નામાંકિત નેફ્રોલોજીસ્ટ તો છે જ સાથે સમર્પિત શિક્ષક અને કુશળ લેખક પણ છે.
  • ડો. પંડ્યાએ “પ્રેક્ટીકલ ગાઈડ લાઈન્સ ઓન ફ્લ્યુડ થેરેપી” નામનું પુસ્તક ડોકટરો માટે લખેલ છે. આ વિષય પર ભારતનું આ સૌ પ્રથમ પુસ્તક હોવાથી, તે દેશભરમાં ખુબ જ લોકપ્રિય થયું અને ૨૦૦૨ માં પ્રકાશિત આ પુસ્તકની ૭૦,૦૦૦ થી વધુ નકલોનું વેચાણ થયું. આ વિષય પર ડો. પંડ્યાએ ભારતની ઘણી જુદી જુદી કોન્ફરન્સો અને પ્રતિષ્ઠિત મેડીકલ કોલેજોમાં પ્રવચનો આપેલ છે અને તે માટે ખુબ જ પ્રસંશા મેળવેલ છે.
  • ડો. સંજય પંડ્યાએ કિડનીના રોગો અટકાવવા અને તેની સારવાર અંગે વિશ્વસ્તરે અદ્વિતીય કામ કરેલ છે. ૨૦૦૬ માં પ્રકાશિત ગુજરાતી કિડની પુસ્તક તમારી કિડની બચાવો તે આ જનજાગૃતિ ઝુંબેશનું પ્રથમ પગલું હતું. કિડની વિશે સંપૂર્ણ માહિતી આપતા આ ગુજરાતી પુર્સ્તકની ઉપયોગીતા અને લોકપ્રિયતાએ ડો. પંડ્યાને આ પુસ્તક હિન્દી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરવા પ્રેરણા આપી. દેશ અને વિશ્વનાં અનેક પ્રતિષ્ઠિત નેફ્રોલોજીસ્ટ આ કિડની અંગે જનજાગૃતિના અભિયાન થી પ્રભાવિત થયા અને વિશ્વનાં ૬૦ થી વધુ નેફ્રોલોજીસ્ટનાં સહકારથી ૧૦ વર્ષના સમયગાળામાં આ પુસ્તક ૧૨ ભારતીય અને ૧૮ આંતરરાષ્ટ્રીય ભાષા મળી કુલ ૩૦ ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું.
  • ૩૦ ભાષામાં ૨૦૦ પાનાનું કિડની પુસ્તક www.KidneyEducation.com વેબસાઈટ માં ઉપલબ્ધી તે કિડની અંગે જાણકારીમાં વિશ્વસ્તરે ક્રાંતિકારી પગલું અને ગુજરાત દ્વારા વિશ્વને અમુલ્ય ભેટ છે.
  • www.KidneyEducation.com વેબસાઈટને મળેલ ૩ કરોડ થી વધુ હિટ્સ આ વેબસાઈટની લોકપ્રિયતા સૂચવે છે. વિશ્વમાં સૌથી વધુ ભાષામાં એકજ વેબસાઈટમાં પુસ્તક હોવા માટે વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ આ વેબસાઈટને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા મળેલ છે.

કિડનીના રોગો વિશેનું સૌ પ્રથમ સંપૂર્ણ પુસ્તક

તમારી કિડની બચાવો

કિડનીના રોગ વિશે સાવચેતી અને સારવાર

ડો. સંજય પંડ્યા


શું તમે જાણો છો ?

  • કિડની ફેલ્યરનું પ્રમાણ ખુબ ઝડપથી વધી રહ્યું છે.
  • કિડની ફેલ્યરના અંતિમ તબક્કાની સારવારનો ખર્ચ હદયની બાયપાસ સર્જરી કરતા પણ ઘણો વધારે છે.
  • કિડનીના રોગો વિશેની યોગ્ય જાણકારીથી કિડનીના રોગો થતા અટકાવી શકાય છે.
  • વહેલા નિદાન અને યોગ્ય સારવારથી કિડની ફેલ્યરનો પ્રશ્ન વધતો અટકાવી શકાય છે.

કિડનીની તકલીફ હોય તેવા દરેક વ્યક્તિએ અચૂક વાંચવા જેવું પુસ્તક

આ પુસ્તકની વિશિષ્ટતા
  • કિડની તંદુરસ્ત રાખવા દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ તે માટેના સોનેરી સૂચનો
  • કિડનીના રોગના વહેલા નિદાન અને યોગ્ય સારવાર વિશે સરળ ભાષામાં જરૂરી માહિતી.
  • કિડની બગડતી અટકાવવા માટે જરુતી કાળજી વિશેની વિગતવાર ચર્ચા.
  • કિડનીના રોગો વિશેની ગેરસમજ દુર કરતી અવનવી જાણકારી.
  • ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર વિશે સચિત્ર માહિતી અને માર્ગદર્શન.
  • કિડનીના દર્દીઓ માટે ખોરાકમાં આયોજન માટે જરૂરી પરેજી અને પસંદગી માટેની વિગતવાર માહિતી

આ પુસ્તક વાચો,
અમલ કરો અને
કિડની બચાવો.

આ પુસ્તકની રોયલ્ટી કિડનીના દર્દીઓની મદદ માટેના કાર્યોમાં વપરાશે.

કિડનીના રોગોના મુખ્ય ચિન્હો

  • આંખ પર સવારે સોજા આવવા. મો અને પગ પર સોજા આવવા.
  • ભૂખ ઓછી લાગવી, ઊલટી-ઊબકા થવા.
  • નાની ઉમરે લોહીનું ઊચું દબાણ હોવું.
  • નબળાઈ આવવી, જલ્દી થાક લાગવો, લોહીમાં ફિક્કાશ હોવી.
  • પેશાબ ઓછો આવવો, બળતરા થવી, લોહી કે પરું આવવું.
  • પેશાબ ઊતરવામાં તકલીફ થવી, પેટમાં દુઃખાવો થવો. જો કોઈ વ્યક્તિને ઉપર મુજબના ચિન્હો હોય તો વહેલાસર ડોકટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે.

કિડનીના રોગો અટકાવવાના ઉપાયો

  • તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૩ લિટર (૧૦-૧૨ ગ્લાસ) થી વધુ પાણી પીવું.
  • ૪૦ વર્ષની ઉમર બાદ રૂટીન હેલ્થ ચેકઅપ કરાવવું.
  • ડોકટરોની સલાહ વગર દવાઓ (ખાસ કરીને પીડાશામક) ન લેવી.
  • કુટુંબમાં વારસાગત રોગ (ડાયાબીટીસ, લોહીનું દબાણ, પોલીસિસ્ટીક કિડની ડીસીઝ) હોય તો, અન્ય સભ્યોએ વહેલી તપાસ કરાવવી.
  • ડાયાબીટીસ અને લોહીના દબાણના દર્દીઓએ નિયમિત તપાસ અને સારવાર દ્વારા રોગને યોગ્ય રીતે કાબુમાં રાખવો.
  • કિડનીના રોગોના ચિન્હો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર દ્વારા તપાસ કરાવવી. નિદાન બાદ નિયમિત દવા લેવી.
  • પથરી, પેશાબનો ચપ, મોટી ઉમરે પુરુષોમાં બી.પી.એચ. ની તકલીગ વગેરે માટે યોગ્ય તપાસ તથા સમયસર સારવાર લેવી.

ક્રોનિક કિડની ફેલ્યરની સારવાર માટે અગત્યની સૂચનાઓ

  • આ રોગ એલોપેથીક આર્યુવેદિક, હોમિયોપેથીક વગેરે કોઈ સારવાર થી મટી શકતો નથી.
  • કિડની ફેલ્યરના દર્દીઓમાં કિડની વધુ બગડતી અટકાવવા જેટલી વહેલી, નિયમિત અને યોગ્ય સારવાર, તેટલો વધુ ફાયદો.
  • તબિયત સંપૂર્ણ સારી લગતી હોય તેમ છતાં નિયમિત દવા, ખોરાકમાં પરેજી, ડોક્ટર દ્વારા તપાસ અને લેબોરેટરી તપાસ કરાવવી જરૂરી છે.
  • લોહીનું દબાણ નિયમિત મ્પવવું અને તે હંમેશા ૧૪૦/૮૪ થી ઓછુ હોવું જોઈએ. ડાયાબીટીસ પર સારવાર દ્વારા યોગ્ય કાબુ રાખવો.
  • સોજા હોય ત્યારે પ્રવાહી (પાણી, ચા, છાશવગેરે) ડોક્ટરની સલાહ મુજબ ઓછુ લેવું.
  • લોહીનું દબાણ વધારે હોય (કે સોજા હોય) તેવા દર્દીઓ એ હંમેશાં મીઠું (નમક) ઓછુ લેવું અને પાપડ, અથાણા વગેરે વધારે મીઠા વાળો ખોરાક ન લેવો.
  • વધુ પોટેશિયમ વાળો ખોરાક જેમ કે નારિયેળ પાણી, ફળોતથા ફળોનારસ, સુકામેવા વગેરે ન લેવા.
  • કમળા સામે રક્ષણ મેળવવા (Hepatitis-B)ની રસી લેવી.
  • ડાબાહાથની શિરા(Vein)માંથી તપાસ માટે લોહી ન લેવું. ઈન્જેકશન ન આપવા કે બાટલા ન ચડાવવા.
  • લોહીમાં ક્રિએટીનીનનું પ્રમાણ વધે ત્યારે ડોક્ટરની સલાહ મુજબ એ.વી. ફિસ્ચ્યુલા કરાવવી. ફિસ્ચ્યુલા તૈયાર હોય તો હિમોડાયાલિસિસ સલામત રીતે, સરળતાથી, ઝડપથી અને ઓછા ખર્ચે થઇ શકે છે.

અનુક્રમ

ભાગ-૧ કિડની વિશે પ્રાથમિક માહિતી

૧.પરિચય
૨.કિડનીની રચના અને કાર્યો
૩.કિડનીના રોગોના ચિહ્નો ૧૦
૪.કિડનીના રોગોનું નિદાન ૧૧
૫.કિડનીના રોગો ૧૭
૬.કિડનીના રોગો વિશે ખોટી માન્યતાઓ અને હકીકત ૨૩
૭. કિડની બગડતી અટકાવવાના ઉપાયો ૨૭

વિભાગ-૨ કિડનીના મુખ્ય રોગો અને સારવાર

કિડની ફેલ્યર

૮. કિડની ફેલ્યર એટલે શું ? ૩૫
૯. એક્યુટ કિડની ફેલ્યર ૩૭
૧૦.ક્રોનિક કિડની ફેલ્યર અને તેના કારણો ૪૨
૧૧.ક્રોનિક કિડની ફેલ્યરના ચિહ્નો તથા નિદાન ૪૪
૧૨.ક્રોનિક કિડની ફેલ્યર સારવાર ૪૯
૧૩.ડાયાલિસિસ ૫૭
૧૪.કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ૭૬

કિડનીના અન્ય મુખ્ય રોગો

૧૫.ડાયાબિટીસ અને કિડની ૯૧
૧૬.વારસાગત રોગો પોલિસિસ્ટિક કિડની ડીસીઝ ૯૭
૧૭.મારે એક જ કિડની છે ૧૦૨
૧૮.મૂત્રમાર્ગનો ચેપ૧૦૫
૧૯.પથરીની બીમારી૧૧૦
૨૦.પ્રોસ્ટેટની તકલીફ – બી.પી.એચ.૧૧૬
૨૧.દવાને કારણે થતા કિડનીના પ્રશ્નો૧૨૬
૨૨.નેફ્રોટિક સિન્ડ્રોમ ૧૩૩

બાળકોમાં કિડનીના રોગો

૨૩.બાળકોમાં કિડની અને મૂત્રમાર્ગનો ચેપ૧૪૧
૨૪.બાળકને રાત્રે પથારીમાં પેશાબ થઇ જવો૧૪૧

ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતી

૨૫.કિડની ફેલ્યરના દર્દીઓમાં ખોરાક૧૯૪
૨૬.તબીબી શબ્દો અને ટૂંકા શબ્દોની સમજ૨૦૯

આ પુસ્તકનો ઉપયોગ કઈ રીતે કરવો ?

આ પુસ્તકના બે વિભાગ છે.

વિભાગ ૧:

આ વિભાગમાં દરેક વ્યક્તિએ વાચવી અને જાણવી જરૂરી એવી કિડની, તેના રોગોને અટકાવવાના ઉપાયો વિશે પ્રાથમિક માહિતી છે.

વિભાગ ૨ :

આ વિભાગ વાચકોએ પોતાની જીજ્ઞાસા કે જરૂરિયાત મુજબ વાંચવો.
આ વિભાગમાં

  • કિડનીના જુદા જુદા મહત્વના રોગોના ચિહૂનો, નિદાન, અટકાવવાના ઉપાયો ણે સારવારની માહિતી.
  • કિડનીને નુકસાન કરી શકે તેવા રોગો (જેમકે ડાયાબીટીસ, લોહીનું ઊંચુ દબાણ વગેરે) અને તે અટકાવવા માટે જરુતી કાળજી વગેરે માહિતીનો સમાવેશ થાય છે.
આ પુસ્તક ફક્ત પ્રાથમિક જાણકારી માટે છે. કિડનીના રોગોની સારવાર ડોક્ટરની સલાહ મુજબ જ લેવી.